તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
ગાંધીનગરના મગોડી પાસે ડમ્પરની ટક્કરથી મુસાફરો ભરેલી એસટી બસે મારી પલટી: મુસાફરોને નાની મોટી ઇજા
આ ટક્કરથી બસ ઉલટી પડી હતી અને રોડ થોડાક સમય માટે બ્લોક થયો: ડમ્પર ચાલકની અટકાયત

ગાંધીનગરના મગોડી પાસે ST બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, ડમ્પરની ટક્કરથી ST બસે પલટી મારી છે અને મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે. ગાંધીનગરના મગોડી પાસે ડમ્પરની ટક્કરથી મુસાફરો ભરેલી એસટી બસે ટક્કર મારી છે અને આ ટક્કરથી બસ ઉલટી પડી હતી અને રોડ થોડાક સમય માટે બ્લોક થયો હતો, અને અકસ્માતમાં 4 વાહનો અંદોરઅંદર અથડાયા હતા, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને 108 એમબ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
બસના મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે, બસમાં 40 મુસાફરો સવાર હતા અને આ ઘટના બની હતી, તો પોલીસે પણ ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
