તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
સુરતના માંગરોળના હાથોડા ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર
ગામ નજીક આવેલા ઈંટના ભઠ્ઠા પાસેના મોડીનાળામાં પાણીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હાથોડા ગામની સીમમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ ગામ નજીક આવેલા ઈંટના ભઠ્ઠા પાસેના મોડીનાળામાં બન્યો હતો. પાણીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
માહિતી મળતા જ પાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની મદદથી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં મૃતદેહની ઓળખવિધિ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. યુવક કોણ હતો અને તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું છે તે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
