તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
નવસારીમાં પાછોતરા વરસાદ અને માવઠાએ ખેડૂતોની દશા બગાડી: બાગાયતી પાક કેરીને લઈને પણ ચિંતામાં મુકાયા
ઠંડી અને ગરમીના કારણે બદલાતું વાતાવરણ બાગાયતી પાક કેરી માટે ખતરા રૂપ : જમીનમાં ભેજ રહેવાના કારણે નવી પીલવણી પર મોર આવવાની શક્યતાઓ નહીંવત

નવસારી : છેલ્લા કેટલાક વર્ષો વાતાવરણમાં આવતા અચાનક ફેરફારથી ખેડૂતોની માઠી બેઠી છે. ચાલુ વર્ષે પાછાતરો વરસાદ અને માવઠાના કારણે અનેક ખેડૂતો પાયમાલ થયા ત્યારે હવે લાંબા ચોમાસાના કારણે બાગાયતી પાક કેરીને લઈને પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઠંડી અને ગરમીના કારણે બદલાતું વાતાવરણ બાગાયતી પાક કેરી માટે ખતરા રૂપ સાબિત થઈ રહ્યું છે. લાંબા ચોમાસાના કારણે આંબાના પાકોમાં નવી પીલવણીની શરૂઆત થઈ છે. જમીનમાં ભેજ રહેવાના કારણે નવી પીલવણી પર મોર આવવાની શક્યતાઓ નહીંવત રહે છે. રાત્રી દરમિયાન 18 ડિગ્રી જેટલું તાપમાન અને દિવસે 25થી 30 ડિગ્રી તાપમાનએ કેરીના મોર આવવા માટે અનુકૂળ વાતાવરણ મનાય છે. જાન્યુઆરી માસની ઠંડીથી મોર આવવાની શરૂઆત થતી હોય છે પરંતુ નીકળી રહેલી નવી પિલવણી ખેડૂતોની ચિંતા વધારી રહી છે
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
