<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

નડિયાદ અને મોડાસાને જોડતા વ્યસ્ત હાઇવે પર બિલોદરા ગામ નજીક બ્રિજની રેલિંગ ધરાશાયી

બ્રિજની રેલિંગ તૂટી પડવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા

નડિયાદ અને મોડાસાને જોડતા વ્યસ્ત હાઇવે પર આવેલા બિલોદરા ગામ નજીક બ્રિજની રેલિંગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટનાનો ખતરો ઊભો થયો છે. આ માર્ગ પર સતત ભારે ટ્રાફિક રહેતો હોવાથી બ્રિજની રેલિંગ તૂટી પડવાની ઘટનાએ માર્ગ સલામતી પર સવાલો ઊભા કર્યા છે. બ્રિજની રેલિંગ તૂટી પડવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા ઘટનાસ્થળે એક ટીમ મોકલવામાં આવી હતી અને તૂટેલી જગ્યાએ સેફ્ટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બ્રિજની તૂટેલી રેલિંગનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે આ વ્યસ્ત માર્ગ પર ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

(12:13 AM IST)