તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
ડભોઇના કાયાવરોહણ ગામમાં ખેડૂત અતુલભાઈ પટેલની આત્મહત્યા ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના પરિવારને મળ્યા : રજૂઆતો સાંભળી
ધારાસભ્યએ દુઃખી પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી :બનાવને ગંભીર ગણાવતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે સાયબર માફિયાઓ હવે ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા છે.

વડોદરાના ડભોઇના કાયાવરોહણ ગામમાં ખેડૂત અતુલભાઈ પટેલની આત્મહત્યાના ગંભીર કેસમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. ધારાસભ્યએ દુઃખી પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. આ બનાવને ગંભીર ગણાવતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું કે સાયબર માફિયાઓ હવે ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા છે.
તેમણે આત્મહત્યા પાછળ ડિજિટલ અરેસ્ટના ટોર્ચરની શક્યતા વ્યક્ત કરી હતી. શૈલેષ મહેતાએ આત્મહત્યાના આ બનાવોને ખૂબ જ ગંભીર ગણાવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે તેઓ આત્મહત્યાના આ કેસ અંગે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલને મળ્યા હતા અને ટૂંક સમયમાં જ આ ગંભીર ઘટના અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરશે. ધારાસભ્યએ પરિવારને ન્યાય અપાવવાની દિશામાં જરૂરી તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
