<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

બારડોલીના ધૂલીયા ચોકડી રોડ પર ખાનગી લક્ઝરી બસ બેફામ :રસ્તાની બાજુએ ઊભેલી લારીનું કચ્ચરઘાણ કાઢ્યું

બસ ચાલકે બુલડોઝર સહિત અન્ય વાહનોને પણ ટક્કર મારી:પોલીસે બસ ચાલક અને ક્લીનરને ઝડપી કાર્યવાહી શરુ કરી:અકસ્માતની ઘટના CCTVમાં કેદ

સુરતના  બારડોલીમાં બેફામ લક્ઝરી ચાલકનો આતંક સામે આવ્યો છે. ધૂલીયા ચોકડી રોડ પર ખાનગી લક્ઝરી બસે અકસ્માત સર્જ્યો છે. રસ્તાની બાજુએ ઊભેલી લારીનું કચ્ચરઘાણ નિકળ્યું છે. બસ ચાલકે બુલડોઝર સહિત અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી. પોલીસે બસ ચાલક અને ક્લીનરને ઝડપી કાર્યવાહી શરુ કરી છે. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.

 

(10:12 PM IST)