<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન પ્રેરણારૂપઃ નરહરિ અમીન માણસામાં પદયાત્રામાં જોડાતા રાજયસભાના સભ્‍ય

રાજકોટઃ તા.ર૧,અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનાર સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦ મી જન્‍મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે આયોજિત ગાંધીનગર જિલ્લાના માણસા વિધાનસભાની ‘સરદાર @૧પ૦ યુનિટી માર્ચ' ના પ્રસંગે ગઇકાલે રાજયસભા સાંસદ નરહરિ અમીન એપીએમસી માણસાથી આજોલ સુધી યુનિટી માર્ચમાં જોડાયા હતા અને માણસા એપીએમસી ખાતે સભા સંબોધી હતી તેમજ સરદાર વલ્લભભાઇ પટેલના જીવન ચરિત્ર પર પ્રવચન આપ્‍યું હતું તેમણે વલ્લભભાઇ પટેલના જીવનને પ્રેરણારૂપ ગણાવ્‍યું હતું આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અનિલભાઇ પટેલ, માણસા ધારાસભ્‍યશ્રી  શ્રી જે એસ.પટેલ, પૂર્વ ધારાસભ્‍યશ્રી અમિત ચૌધરી, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલભાઇ દવે, તાલુકા પંચાયત પ્રમુખ હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા

(2:19 PM IST)