તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
ગોધરામાં BLOએ આપઘાતની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ
SIR કામગીરી અંગે માનસિક દબાણ અને હેરાનગતીનો આરોપ : વિડિયો વાયરલ બાદ પીડિત શિક્ષકને સમજાવવાના પ્રયાસ

પંચમહાલમાં, ગોધરા વિસ્તારના BLOએ SIR કામગીરી અંગે માનસિક દબાણ અને હેરાનગતીનો આરોપ લગાવતાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. SIRની કામગીરીને લઈ અધિકારીઓ દબાણ કરતા હોવાનો આરોપ છે. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો BLOનો આક્ષેપ છે.
ગોધરાના શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ શિક્ષકનો આરોપ છે કે, તેને અધિકારીઓ દ્વારા BLOની કામગીરીને લઈને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ શિક્ષકે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરતા શિક્ષણ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ વિડિયો વાયરલ બાદ પીડિત શિક્ષકને સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ વિડિયોમાં શિક્ષકે ધારાસભ્ય સી. કે. રાઉલજીને પણ રજૂઆત છે. ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણીયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે.
રાજ્યમાં SIR અંતર્ગત મતદાય યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહી છે. BLOની કામગીરી સરકારી શિક્ષકોને સોંપવામાં આવી છે. જેનાથી શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. આવામાં BLOની કામગીરી કરતા 4 શિક્ષકોના મોત પણ થયા છે. જેમાં એક શિક્ષકે આત્મહત્યા તો અન્ય ત્રણ શિક્ષકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. આવામાં વધુ એક શિક્ષક દ્વારા આત્મહત્યાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.ૉ
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
