<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મહેસાણાના રામપુરા સર્કલ પાસેથી વોચમાં રહેલી પોલીસે ચોરીના 21 મોબાઈલ સાથે આરોપી પકડ્યો

મહેસાણા, કડી, વિસનગર પંથકમાં મચાવ્યો હતો તરખાટ:રાત્રે સૂતેલા લોકોના મોબાઈલ સેરવી લેતો હતો:મહેસાણા તાલુકા પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો

મહેસાણાના રામપુરા સર્કલ પાસેથી વોચમાં રહેલી પોલીસે મોબાઈલ ચોરને દબોચ્યો હતો.ઝડપાયેલ ચોર  રાત્રે સૂતેલા લોકોના મોબાઈલ સેરવી લેતો હતો, મહેસાણા, કડી, વિસનગર પંથકમાં તરખાટ મચાવ્યો હતો, ચોરીના 21 મોબાઈલ સાથે આરોપી પકડાયો છે. આરોપી આફતાબ જેલમાં મોકલી દેવાયો છે. પોલીસે કુલ 96 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો છે મહેસાણા તાલુકા પોલીસની ટીમે ચોરીનો ભેદ ઉકેલ્યો છે .

(10:41 PM IST)