તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
મોડાસાથી ટ્રકના એન્જિનમાં સંતાડીને રાજસ્થાનથી લવાતો 9 કિલો ગાંજો ઝડપાયો: બે આરોપીની ધરપકડ
ટ્રક તેમજ ગાંજા સહિત 57.54 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા નવી સિવિલ નજીકથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજીએ રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી 9 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો. રૂપિયા 4.90 લાખની કિંમતનો 9 કિલો 800 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ટ્રકમાં એન્જિનના કવરમાં ગાંજો છુપાવી લવાતો હતો મોડાસા. ગાંજો લાવનાર અને મંગાવનાર મોડાસાના બે શખ્શોની પોલીસે ધરપકડ કરી છે. રાણાસૈયદ વિસ્તારના વ્યક્તિએ મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો. ગાંજો આપનાર શખ્શને પકડવા તજવીજ હાથ ધરાઈ છે ટ્રક તેમજ ગાંજા સહિત 57.54 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ત્રણ દિવસ પહેલા માલપુરથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
