તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
હિંમતનગર APMCમાં મગફળીની આવક વધતા હરાજી બે દિવસ માટે બંધ રાખવાં નિર્ણય
મગફળીની બમ્પર આવક થવાને કારણે ભારે ભીડ સર્જાઈ છે, જેને લીધે ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી

સાબરકાંઠાના હિંમતનગર APMC (એપીએમસી) માં મગફળીની બમ્પર આવક થવાને કારણે ભારે ભીડ સર્જાઈ છે, જેને લીધે ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે અને બજારની અવરજવર પર ભારે દબાણ આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કમિટી દ્વારા આગામી બે દિવસ માટે મગફળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ બે દિવસ દરમિયાન માર્કેટમાં પાક ન લાવે, અને હરાજી ફરીથી સોમવાર, ૨૪/૧૧/૨૫ થી રાબેતા મુજબ શરૂ થશે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
