News of Friday, 21st November 2025
બોરસદ તાલુકાના દાવોલ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત :ડમ્પરની અડફેટે સાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
અકસ્માતની જાણ થતાં જ બોરસદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આણંદના બોરસદ તાલુકાના દાવોલ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરની અડફેટે આવતા સાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલકની બેફામ ડ્રાઇવિંગને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતની જાણ થતાં જ બોરસદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
