<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

SIR કામગીરીના દબાણના કારણે ઝાલોદના સાદેડા વર્ગ પ્રાથમિક શાળા શિક્ષકની તબિયત લથડી હોવાનો આક્ષેપ

શિક્ષક બચુભાઈ પાર્સિંગભાઈ ડામોરને હ્રદયરોગનો હુમલો આવ્યો :108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

દાહોદ : SIR કામગીરીના દબાણના કારણે BLO ની તબિયત બગડી હોવાનો આક્ષેપ કરાયો છે. ઝાલોદના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકની તબિયત લથડી હતી. BLO તરીકેની કામગીરીના વધતા દબાણથી અચાનક તબિયત ખરાબ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. શિક્ષક બચુભાઈ પાર્સિંગભાઈ ડામોરને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા છે. પરિજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, છેલ્લા 4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી છે.

(6:46 PM IST)