News of Friday, 21st November 2025
સ્વદેશી જાગરણ મંચ દ્વારા અમદાવાદમાં સ્વદેશોત્સવ
ગૌટેક-ર૦રપનું આયોજન : આત્મનિર્ભર ભારતને બળ મળશે : ટીમ ડો. કથીરીયા કાર્યરત

રાજકોટ, તા. ર૧ : સ્વદેશી જાગરણ મંચ દ્વારા તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫, અમદાવાદના GMDC મેદાન ખાતે ભવ્ય સ્વદેશોત્સવ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુઓના પ્રચાર - પ્રસારને સમર્પિત છે. સ્વદેશી જાગરણ મંચ ભારતની સ્વદેશી અર્થવ્યવસ્થા, સ્થાનિક ઉત્પાદન, આત્મનિર્ભરતા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરવા માટે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન છે. ભારતીય મૂલ્યો આધારિત આર્થિક સ્વરાજ્ય, સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ, સ્થાનિક કળષિ-હસ્તકલા, યુવા-મહિલા શક્તિ અને રાષ્ટ્રીય અર્થતંત્રની મજબૂતી એ મંચનું મુખ્ય મિશન છે. ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા સ્વદેશોત્સવ એક્સ્પોમાં ગૌટેક ૨૦૨૫નું વિશેષ પેવિલિયન રાખવામા આવ્યું છે.
ડો.વલ્લભભાઈ કથીરિયા એ જણાવ્યું હતું કે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) ભારતીય પ્રજાતિની સ્વદેશી ગાયોની રક્ષા અર્થે જાળવણી સાથે જે ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. ઞ્ઘ્ઘ્ત્ દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સમુદાયો, આધ્યાત્મિક આગેવાનો અને ઉદ્યોગસાહસિકોને એકત્ર કરીને સામાજિક-આર્થિક સમળદ્ધિ, પર્યાવરણીય સુખાકારી અને આધ્યાત્મિક જાગળતિ માટે કાર્ય કરે છે. GCCI દ્વારા યુવા અને મહિલા ગૌ આધારિત ઉદ્યોગ સાહસિકોને પર્યાવરણ સાનુકૂળ પદ્ધતિઓ અપનાવવા સહયોગ, જ્ઞાન દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. અને આ રીતે સ્વદેશી, સ્વાવલંબન અને આત્મનિર્ભર માટે સતત પ્રયાસરત છે.
ડો.વલ્લભભાઈ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા. સેકસ્ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી, એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ કરવા, સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારશ્રીની મદદથી PPP મોડલ પર વ્યવસાયો શરૂ થયા છે. ભારતીય દેશી ગાયોના A-2દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે માખણ, ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે. ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ, વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગળહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ત્રપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે. કાઉડંગ ( ગોબર )માંથી ગોબર પેઇન્ટ, પ્લાસ્ટર, કલર, બ્રીક્સ,પ્લાયવુડ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટેના લાકડાંની અવેજીમાં ગોબર લાકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. ગોબર, ગૌમૂત્રમાંથી બાયોફયુલ જેવા કે, બાયોગેસ, સી.એન.જી, CO2,હાઈડ્રોજન ઉત્પાદન કરી ફેક્ટરીઓને સપ્લાય થઈ રહ્યા છે.
GCCI તરફથી તમામ ગૌ પ્રેમી, ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યમીઓને, જૈવિક ખેડૂતો, ગૌશાળાઓને, સંશોધકો અને ટેકનિકલ ઇનોવેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ ગૌ ટેક ૨૦૨૫ માં સ્ટોલ બુક કરીને પોતાના ઉત્પાદનો, સેવાઓ અને વિચારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરે. સ્ટોલ બુકિંગ શરૂ થઈ ગયેલ છે. ગૌ ટેક માં ભાગ લેવા ઇચ્છુકોએ મો. ૮૫૧૧૧૧૨૫૧૮ અને ૮૩૨૦૧૭ ૭૬૪૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
