તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસાવવા માટે સાંસદ ખેલ મહોત્સવઃ નરહરિ અમીન
આજથી ૩ દિવસ વિવિધ રમતોઃ વૃધ્ધો સંગીત ખુરશી રમવામાં સામેલ

અમદાવાદના હીરામણી શિક્ષણ સંકુલ ખાતે સાંસદ શ્રી નરહરિ અમીન દ્વારા યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે દર્શનાબેન વાઘેલા, પ્રતિભાબેન જૈન, મીરાબેન પટેલ, પ્રેરક શાહ, જીતેન્દ્ર પટેલ, નીતાબેન અમીન, ડો.વરૂણ અમીન વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા.૨૧: સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત અમદાવાદમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન દ્વારા આયોજીત રમત-ગમત મહોત્સવનું આયોજન હીરામણિ શાળા સંકુલનાં રમત-ગમતના વિશાળ મેદાનમાં થયું હતું. આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ), શ્રીમતી મીરાબેન પટેલ (મેયર, ગાંધીનગર), પ્રેરકભાઈ શાહ (શહેર ભાજપ પ્રમુખ, કર્ણાવતી મહાનગર), શ્રી જીતેન્દ્રભાઈ પટેલ (ધારાસભ્ય-નારણપુરા), દેવાંગભાઈ દાણી (સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, અમદાવાદ શહેર), શ્રી જનકભાઈ ખાંડવાલા (વાઈસ ચેરમેન, સિલ્વર ઓક યુનિવર્સિટી), શ્રીમતી નીતાબેન અમીન (ઉપપ્રમુખ, જનસહાયક ટ્રસ્ટ), ડો.વરુણભાઈ અમીન (મેનેજિંગ ટ્રસ્ટી, જનસહાયક ટ્રસ્ટ), શ્રી આર.સી.પટેલ (સેક્રેટરી, જનસહાયક ટ્રસ્ટ), શ્રી પંકજભાઈ દેસાઈ (જોઈન્ટ સેક્રેટરી, જનસહાયક ટ્રસ્ટ), શ્રીમતી વિજુલબેન અમીન (ટ્રેઝરર, જનસહાયક ટ્રસ્ટ), શ્રી ઘનશ્યામભાઈ અમીન (ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી સંઘ), શ્રી ભગવત અમીન (સી.ઈ.ઓ, હીરામણિ સંકુલ), વિવિધ રમતોના કોચ, રેફરી અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ખેલ મહોત્સવમાં વિધાર્થીઓએ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫માં આજે ૫૬ ટીમના ૬૮૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, કાલે તા.૨૨ ના રોજ રસ્સાખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત-ખુરશી અને તા.૨૩ના રોજ બાસ્કેટબોલ અને સ્કેટીંગની રમતોનું આયોજન કરવામાં આવેલ છે.
સ્પર્ધાઓમાં વિવિધ સ્કૂલોના જેમ કે ખો-ખોની ૧૭ ટીમના ૨૧૮ ખેલાડીઓ, કબડ્ડીમાં ૧૮ ટીમના ૨૩૦ ખેલાડીઓ અને વોલીબોલમાં ૨૧ ટીમના ૨૩૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ ખેલાડીઓને પાર્ટીસિપેટ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.
મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સાંસદ અને જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું કે ૨૦૧૩-૧૪માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાઓનાં વિધાર્થીઓ રમતો રમે તે માટે ખેલે ગુજરાત કાર્યનો આરંભ કર્યો હતો. નવી પેઢીમાં સ્પોર્ટસમેનશીપ અને ખેલદીલીની ભાવના જન્મે તે દ્રષ્ટીને ધ્યાનમાં રાખીને તમામ રાજ્ય સહકારના સભ્યોને સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવા અનુરોધ કર્યો, જમાં સાંધ્યજીવન કુટિરના વડીલોએ પણ સંગીત-ખુરશીમાં ભાગ લીધો છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓએ ખેલ મહોત્સવમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધાર્યું છે.રમતોથી યુનિટિની ભાવના તથા શરીર કસાય છે અને શિસ્ત આવે છે. અત્યારના સમયમાં વિધાર્થીઓમાં મોબાઈલનું પ્રમાણ વધી ગયુ જેને કારણે વિધાર્થીઓ કુપોષિત બની રહ્યા છે. આવા મહોત્સવના આયોજનથી તેઓનો શારીરિક વિકાસ થાય છે.(૨.૧૬)
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
