તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
નરેન્દ્રભાઇએ લોકોને આઝાદી, એકતા અને અખંડિતતાના વિચારો સાથે જોડવાનો પ્રયાસ કર્યો : રમણભાઇ સોલંકી
સરઢવમાં પદયાત્રા પ્રસંગે નાગરિક પુરવઠા મંત્રીનું ઉદ્બોધન

ગાંધીનગરના સરઢવમાં નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઇ સોલંકીએ પદયાત્રા પ્રારંભ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરેલ તે પ્રસંગની તસ્વીર.
ગાંધીનગર તા.૨૧ : અન્ન, નાગરિક પુરવઠા તેમજ ગ્રાહકની બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના સરઢવ ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૮ કિ.મી. લાંબી પદયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મંત્રીશ્રીએ સમારોહ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે ત્રણ કાર્યક્રમો દ્વારા લોકોને આઝાદી, એકતા, અખંડિતતાના વિચારો સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં પ્રથમ રાષ્ટ્રગીત વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી, આદિવાસી સમાજના સમર્પણની કથા એવા ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થકી લોકોને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
રાંધેજા ખાતે સમાપન પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે, જે પ્રજા, સમાજ અને રાષ્ટ્ર પોતાના ઇતિહાસને ભૂલે છે તે કાળાંતરે નષ્ટ થાય છે અને આ આપણો ગૌરવપૂર્ણ ઇતિહાસ ભવિષ્યની પેઢી પણ જાણે તે માટે આ કાર્યક્રમ અહીં યોજાઇ રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના અરે પ્રધાનને વિશ્વ જાણે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા તેમને હૃદયાંજલિ અર્પણ કરી છે.
પદયાત્રાને રૂપાલ અને રાંધેજા ખાતે સામૈયું તથા રંગારંગ સાંસ્કળતિક કાર્યક્રમ દ્વારા આવકારવામાં આવી હતી. આ પદયાત્રામાં ૫૦૦ ફૂટ કરતા વધુ લાંબા તિરંગાએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. પદયાત્રામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, અગ્રણીઓ સર્વેએ ઉત્સાહભેર ૅસરદાર પટેલ અમર રહોૅ ના નારા લગાવી લોહપુરુષ અને ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પદયાત્રા રાંધેજા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.ધારાસભ્ય રીટાબહેન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
પદયાત્રામાં મેયર મીરાંબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, દંડક શ્રી સેજલબહેન, ચેરમેન શ્રી બાંધકામ ભરતભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, સરઢવના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી અશોકભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હંસાબહેન,અગ્રણી શ્રી આશિષભાઈ દવે તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
