તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th November 2025
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવ યોજી
વાહન ચેકિંગ, ગાર્ડનમાં ચેકિંગ તેમજ ભીડભાડ વાળી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું:અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તેમજ મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા ડ્રાઈવ

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવ યોજી છે. ક્રાઈમ બ્રાંચની મહિલા સેલ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રાઈવ યોજવામાં આવી છે. શહેરની ભીડ ભાડ વાળી જગ્યાઓ, વાહનો અને ગાર્ડનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ સતત 30 દિવસ સુધી ચાલશે. મહિલા સેલ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ ડ્રાઈવમાં જોડાઈ છે.
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. શહેરમાં ક્રાઈમ બ્રાંચની મહિલા સેલ દ્વારા વાહન ચેકિંગ, ગાર્ડનમાં ચેકિંગ તેમજ ભીડભાડ વાળી જગ્યાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તેમજ મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા ડ્રાઈવ યોજવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
