તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ફૂડ વિભાગના કડીમાં દરોડા: જૂના ટીનમાં ખાદ્યતેલનું પેકિંગ કરતું યુનિટ ઝડપાયું
ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી રિફાઇન્ડ સોયાબીન ઓઈલના ૧૦૦ ટીન સહિત કુલ ₹૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કડીના નંદાસણ રોડ પર આવેલી સી.કે. પ્રોટીન નામની જગ્યા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ યુનિટમાં જૂના ટીનમાં ખાદ્યતેલનું પેકિંગ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી રિફાઇન્ડ સોયાબીન ઓઈલના ૧૦૦ ટીન સહિત કુલ ₹૩.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ખાદ્યતેલના નમૂનાઓને વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
