<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

આણંદ મનપા દ્વારા ગુજરાતી ચોક વિસ્તારમા નોનવેજનું વેચાણ કરતી ૮ દુકાનોને સીલ કરાઈ

દુકાનોમાં સ્વચ્છતાનો ભારે અભાવ અને ગંદકી જોવા મળવાને કારણે મનપાની કાર્યવાહી

આણંદ નગરપાલિકા (મનપા) દ્વારા શહેરના ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલી નોનવેજનું વેચાણ કરતી ૮ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દુકાનોમાં સ્વચ્છતાનો ભારે અભાવ અને ગંદકી જોવા મળવાને કારણે કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન એવું પણ જણાયું હતું કે આ દુકાનોમાં ખાદ્ય પદાર્થો ખુલ્લામાં બનાવવામાં અને વેચવામાં આવતા હતા, જે લોકોના આરોગ્ય માટે જોખમીરૂપ બની શકે તેમ હતું. આ જાહેર આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આ આઠેય દુકાનોને સીલ કરીને કડક પગલાં લેવામાં આવ્યા છે.

(11:26 PM IST)