તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
કડીની હોલી ફેમિલી સ્કૂલમાં શિક્ષકે બહાર બેસાડેલા ધોરણ 6 ના વિદ્યાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી
શિક્ષકે કોઈ કારણસર વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર બેસાડ્યો હતો: વિદ્યાર્થીને પગમાં ફ્રેક્ચર થયું

મહેસાણા જિલ્લાના કડીની હોલી ફેમિલી સ્કૂલમાં એક ગંભીર ઘટના બની છે. શાળાના ધોરણ ૬માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. અહેવાલ મુજબ, શિક્ષકે કોઈ કારણસર વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર બેસાડ્યો હતો, અને ત્યારબાદ તેણે આ પગલું ભર્યું હતું. છલાંગ લગાવવાના કારણે વિદ્યાર્થીને પગમાં ફ્રેક્ચર થયું છે. સમગ્ર ઘટના બાદ શાળા સંચાલકનું નિવેદન આવ્યું છે કે, "વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યો છે," પરંતુ તેમણે ઉમેર્યું હતું કે, "વિદ્યાર્થી કેમ કૂદ્યો તે અંગે તેમને ખબર નથી
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
