તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
વિરમગામ-હાંસલપુર રોડ પર ખાનગી બસ અને ડમ્પર ટકરાતા 12 કર્મચારીઓ ઘાયલ
હાંસલપુરના તિરંગા સર્કલ નજીક અકસમાત :ખાનગી કંપનીની બસમાં સવાર આશરે 12 જેટલા કર્મચારીઓને ઇજા પહોંચી

અમદાવાદ-વિરમગામ રોડ પર આવેલા હાંસલપુરના તિરંગા સર્કલ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં આ ઘટના બની હતી. અકસ્માતમાં ખાનગી કંપનીની બસમાં સવાર આશરે 12 જેટલા કર્મચારીઓને ઇજા પહોંચી હતી.
આ કર્મચારીઓ નોકરી પર જઈ રહ્યા હતા કે ત્યાંથી પરત ફરી રહ્યા હતા, તે અંગેની ચોક્કસ માહિતી હજુ ઉપલબ્ધ નથી, પરંતુ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઘાયલ થયેલા તમામ 12 કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વિરમગામ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી અકસ્માત કેવી રીતે સર્જાયો તેના ચોક્કસ કારણો જાણી શકાય
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
