તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ભરૂચના યુવકનું અપહરણ કરીને ખંડાણી માંગવાના કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર સહીત બે આરોપીની ધરપકડ
પોલીસની ઓળખ આપી ભરૂચના વેપારી યુવક અને તેની સાથે મહિલા મિત્રનું નકલી પોલીસે કારમાં અપહરણ કરી રૂ. 4 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરીયાદ

વડોદરા :પોલીસની ઓળખ આપી ભરૂચના વેપારી યુવક અને તેની સાથે મહિલા મિત્રનું નકલી પોલીસે કારમાં અપહરણ કરી રૂ. 4 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરીયાદ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી. પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર અને તાંદજાના એક ગઠીયાની ધરપકડ કરી અન્ય આ ગુનામાં સંડોવાયેલા માસ્ટર માઇન્ડની શોધખોળ હાથ ધરી છે.
ભરૂચ ખાતે રહેતા અફાન કાની (ઉ.વ. 30) મદિના પાર્ક શેરપુરા ખાતે રહે છે. ગત તા. 12મી નવેમ્બરે સવારે તે મહિલા મિત્ર સાથે ઇનોવા કારમાં વડોદરા ખાતેની એમ.એસ.યુનિ. આવ્યો હતો. વડોદરાથી કામ પતાવી તેઓ પરત જઇ રહ્યાં હતા. ત્યારે બપોરે અઢી વાગે મકરપુરા રોડ સુસેન પાસે જી.જ 18 પાર્સીંગવાળી સ્કોર્પીઓ કારે અફાનની કારને આંતરી ઉભી રખાવી હતી. જે કારમાંથી ઉતરેલા શખ્સોએ અમદાવાદ પોલીસના એસ.ઓ.જીમાંથી યાજ્ઞિક ચાવડા સાહેરબ અને ટીમ તરીકે પરિચય આપ્યો હતો. આ સમયે કારમાં હાજર અફાનની મહિલા મિત્રને બળજબરી ઇનોવામાંથી ઉતારી સ્કોર્પીઓમાં બેસાડી દીધી હતી. જ્યારે અફાનને તેની જ ઇનોવા કારમાં અમદાવાદ સી.ટી.એમ લઇ જવાયો હતો. જ્યાં કેટલાક કાગળો બતાવી ધમકી આફવામાં આવી હતી કે, અમારી પાસે તારા ડોક્યુમેન્ટ છે. તું શું કામ કરે છે ? અને કેવા કામ કરે છે તેની અમને બધી ખબર છે અમારા પી.આઇ તને ઊંધો લટકાવીને મારશે.
ગભરાઇ ગયેલા અફાને જણાવ્યું હતુ કે, તમારે જે જોઇતું ય તે લઇ લો પણ મને જવા દો. તેના જવાબામાં જણાવ્યું હતુ કે, રૂ. 50 લાખ થશે નહિં તો મોટા કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી. આમ અફાનને માનસિક ત્રાસ આપી આખરે ગઠીયાઓએ રૂ. 4 લાખ પડાવી તેને છોડી દીધો હતો. અપહરણકારોની ચૂંગાલમાંથી છુટેલા ભોગ બનનારે વડોદરા આવીને માંજલપુર પોસીસ સેઠસનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ કરતા વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર અને તાંદલજા ખાતે રહેતા આફતાબ પઠાણની સંડોવાણી ખુલતા પોલીસે બન્નેને દબોચી અન્યની શોધખોળ હાથ ધરી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
