<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

હીરામણિ સ્‍કૂલનો સેમિફાઈનલ પ્રવેશ

રાજકોટઃ વિવેક નિકેતન ગ્રાઉન્‍ડ, અમદાવાદ ખાતે યોજાયેલી રીલાયન્‍સ ફાઉન્‍ડેશન ઈન્‍ટર સ્‍કૂલ ટુર્નામેન્‍ટ (અન્‍ડર-૧૬ ૯૦-૯૦ ઓવર્સ)માં હીરામણિ સ્‍કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્‍ડીંગ લીધી હતી. વિદ્યાનગર સ્‍કૂલે પ્રથમ દાવમાં ૬૯.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૧૧૯ રન કર્યા હતાં. જેમાં નીલ પુરાનીએ ૨૩ ઓવરમાં ૩૮ રન આપને ૪ વિકેટ અને તવસ્‍ય ત્રિવેદીએ ૧૧.૨ ઓવરમાં ૧૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હીરામણિ સ્‍કૂલે ૮૧.૩ ઓવરમાં ૧૦ વિકેટે ૨૩૧ રન કર્યા હતાં. જેમાં દ્રીત પટેલે ૭૦ બોલમાં ૪૩ રન કર્યા હતાં, નીલ પુરાનીએ ૩૪ બોલમાં ૪૦ રન કર્યા હતા અને આર્યન કંજવાનીએ ૧૨૧ બોલમાં ૩૦ રન કર્યા હતાં. વિદ્યાનગર સ્‍કૂલે બીજા દાવમાં ૭.૫ ઓવરમાં ૩ વિકેટે ૨૭ રન કર્યા હતાં. જેમાં કેવિન જનસારીએ ૪ ઓવરમાં ૭ રન આપીને ૨ વિકેટ અને આર્યન ભરવાડે ૩.૫ ઓવરમાં ૨૦ રન આપીને ૧ વિકેટ લીધી હતી. આ મેચમાં વિજય થવા બદલ સંસ્‍થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડો.વરુણ અમીન, સંસ્‍થા સી.ઈ.ઓ. ભગવત અમીને હીરામણિ સ્‍કૂલની સમગ્ર ટીમને અને કોચ નીલ ભાવસારને અભિનંદન પાઠવ્‍યા હતાં.

(3:22 PM IST)