તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 19th November 2025
વડોદરાના મધુનગર પાસેની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ: રેસ્ટોરન્ટ બળીને ખાખ
રેસ્ટોરન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો : ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

વડોદરાના મધુનગર પાસેના તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગ લાગી છે. રાત્રે રેસ્ટોરન્ટમાં આગ લાગતા રેસ્ટોરન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગ વધુ પ્રસરતા સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હતા.
ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે રેસ્ટોરન્ટમાં આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે. મળતી માહિતી અનુસાર સદનસીબે આગના બનાવમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આટલી મોટી રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે તપાસનો વિષય છે. જો કે ફાયર વિભાગ પાસેથી NOC મેળવી હતી કે નહીં તેની અંગે પણ તપાસ કરવામાં આવશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
