<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

રાજ્‍યના ૪૯.૩૧ લાખ ખેડૂત પરિવારોને આજે રૂ ૯૮૬ કરોડની સહાય ચૂકવાશે

વડાપ્રધાન ‘પીએમ કિસાન સન્‍માન નિધિ યોજના'નો ૨૧મો હપ્‍તો રિલીઝ કરશે

અમદાવાદ તા.૧૯: વડાપ્રપાન  મોદી તામીલનાડુના કોઈમ્‍બતુર ખાતેથી ૧૯ નવેમ્‍બરને આજે પ્રધાનમંત્રી (PM-KISAN) યોજના નો ૨૧મો હપતો રિલીઝ કરશે. અહીંથી તેઓ દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન પણ કરશે. પીએમ કિસાન યોજનાના ૨૧મો હપતા પેટે સમગ્ર દેશના ૯ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૦૦૦ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે. જે પૈકી ગુજરાતના આશરે ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૯૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્‍ક ખાતામાં જમા કરવામાં આવશે,

જેના અનુસંધાને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંથવી, કૃોપમંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્‍યમંત્રી રમેશ કટાસની ઉપસ્‍થિતિ અને મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્‍ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે પીએમ કિસાન સમ્‍માન નિધિ રોજતાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને ભાગાયત યોજનાના લાભાથી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિસ્‍તૃતરણ કરવામાં આવશે.

રાજ્‍ય સરકારના પ્રવક્‍તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય કલાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR, કેન્‍દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્‍યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહેશે. ગુજરાતમાં અત્‍યાર સુધી ખેડૂતોને ૨૦ પતામાં ૨૧,૦૦૮ કરોડ ચૂકવાયા પીએમ કિસાન યોજના અંતર્ગત અત્‍યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૦ હપતાના માધ્‍યમથી કુલ ૧,૯૧,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જે અન્‍વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ ૨૦ હપતાના માધ્‍યમથી અત્‍યાર સુધીમાં કુલ રૂ. ૨૧,૦૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્‍ક ખાતામાં ચૂકવવામાં આવી છે.

(9:57 AM IST)