તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
વલસાડ એલસીબીની મોટી સફળતા : 'BLABLA કાર શેરિંગ' એપનો ઉપયોગ કરી લોકોને ઠગતા ગેંગના સાગ્રીતની ધરપકડ
દિલ્હી સ્થિત આંતરરાજ્ય જહરખુરાની ગેંગના એક સાગરીતને ઝડપી લેવાયો: ગુનાને અંજામ આપવા માટે અલગ-અલગ વેશ ધારણ કરતો: કાર શેરિંગ એપ દ્વારા રાઈડ બુક કરતો અને મુસાફર તરીકે અન્ય કારમાં બેસી જતો

વલસાડની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે એક મોટી સફળતા મેળવીને દિલ્હી સ્થિત આંતરરાજ્ય જહરખુરાની ગેંગના એક સાગરીતની ધરપકડ કરી છે, જેઓ 'BLABLA કાર શેરિંગ' એપનો ઉપયોગ કરીને મુસાફરોને નિશાન બનાવતા હતા.
ઝડપાયેલો આરોપી અત્યંત ચતુર હતો અને ગુનાને અંજામ આપવા માટે અલગ-અલગ વેશ ધારણ કરતો હતો. તે કાર શેરિંગ એપ દ્વારા રાઈડ બુક કરતો અને મુસાફર તરીકે અન્ય કારમાં બેસી જતો. રસ્તામાં તે તેના સાથી મુસાફરોને વિશ્વાસમાં લઈ કેફી પીણું કે પ્રવાહી પીવડાવીને તેમને બેહોશ કરી દેતો. ત્યારબાદ તે બેહોશ મુસાફરોના કિંમતી માલ-સામાન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ જતો હતો.
પોલીસની ઝીણવટભરી તપાસમાં આ આરોપી અને તેની ગેંગ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશના 10થી વધુ રાજ્યોમાં આચરેલા 38થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. વલસાડ LCBની આ કાર્યવાહીએ આંતરરાજ્ય સ્તરે કાર્યરત એક મોટી લૂંટારુ ગેંગના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાકીના સાગરીતોને પકડવા અને વધુ ગુનાઓ ઉકેલવા માટે તપાસની તજવીજ હાથ ધરી છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
