તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ મેડીકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું: નશાકારક દવાઓ અંગે પોલીસ ચેકિંગ
ઇસનપુર, મણિનગર, કાગડાપીઠ, વટવા સહિતના વિસ્તારોમાં ચેકિંગ: ગીતામંદિર બસ સ્ટેન્ડ અને આસપાસની મેડિકલ સ્ટોરમાં પણ ચેકિંગ કરાયું

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ મેડીકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું છે. મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઇસનપુર, મણિનગર, કાગડાપીઠ, વટવા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે. ગીતામંદિર બસ સ્ટેન્ડ અને આસપાસની મેડિકલ સ્ટોરમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર દવાના વેચાણ અંગે ચેકીંગ કરાઈ રહ્યું છે . નશાકારક દવાઓ અંગે પણ પોલીસ ચેકિંગ કરી રહી છે. મેડીકલ સ્ટોર સંચાલક દ્વારા રજીસ્ટર અને સ્ટોક અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું. હતું
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
