તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Tuesday, 18th November 2025
ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટમાં આમરણાંત ઉપવાસના કેસમાં ચાર્જફ્રેમ
વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં આમરણાંત ઉપવાસનો કેસ અનુસંધાને વિરમગામ મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા

અમદાવાદ જિલ્લાના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટમાં આમરણાંત ઉપવાસના કેસમાં ચાર્જફ્રેમ કરવામા આવ્યો હતો. વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં આમરણાંત ઉપવાસનો કેસ દાખલ કરાયો હતો. જેના અનુસંધાને વિરમગામ મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. આજ રોજ હાર્દિક પટેલ સામે કરવામાં આવી ચાર્જફ્રેમ. આ કેસમાં કુલ 7 આરોપીઓ સામે થઈ છે પોલીસ ફરિયાદ. નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે નોંધાયો હતો ગુનો. હાર્દિક પટેલ કોર્ટમાં સતત ગેરહાજર રહેતા કોર્ટે નારાજગી વ્યકત કરી હતી, આરોપીઓ ગીતા પટેલ અને કિરણ પટેલ દ્વારા મૂકવામાં આવી છે ડિસ્ચાર્જ અરજી. આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
