તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
વિદેશ મોકલવાના બહાને નવસારીમાં ઠગ દંપતીએ રૂપિયા 1.33 કરોડની છેતરપિંડી કરી : પત્ની નાવિકા પટેલને પોલીસે ઝડપી લીધી : મુખ્ય આરોપી વિવેક પટેલ હજી પણ ફરાર
દંપતી દ્વારા 9 લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા : વિદેશ મોકલવાની લાલચે 28 લોકો સાથે છેતરપિંડી કરી હતી : આ બનાવનો ભાંડો વિદેશી એમ્બેસી દ્વારા 10 વર્ષનો પ્રતિબંધ લાગુ થતાં ફૂટ્યો'તો

નવસારી તા.૧૮ : વિદેશ મોકલવાા બહારે નવસારીમાં ઠગ દંપતીએ કરોડોની છેતરપિંડી કરી છે.નવસારીમાં વિદેશ મોકલવાની લાલચ આપીને રૂપિયા 1.33 કરોડની છેતરપિંડી કરનારા ઠગ દંપતી પૈકી પત્ની નાવિકા પટેલને પોલીસે ઝડપી લીધી છે. વિદેશ મોકલવાના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હતી. લૂક આઉટ નોટિસને આધારે દુબઈથી મુંબઈ આવતાની સાથે જ એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરી હતી અને બાદમાં તેને નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી.
વિવેક અને નાવિકા પટેલે નવસારી સહિત આસપાસના ગામોના 28 લોકો સાથે છેતરપિંડી કરી હતી. તેમણે વિદેશ જવાના ખોટા દસ્તાવેજો અને એમ્બેસીના નકલી સ્પોન્સર લેટર બનાવી ઠગાઈ આચરી હતી. આ બનાવનો ભાંડો વિદેશી એમ્બેસી દ્વારા 10 વર્ષનો પ્રતિબંધ લાગુ થતાં ફૂટ્યો હતો. નવસારી ટાઉન પોલીસે નાવિકાના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે વિદેશ મોકલવાની લાલચે 28 લોકોને ઠગનાર મુખ્ય આરોપી વિવેક પટેલ હજી પણ ફરાર છે.
આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સેન્ટ્રલ બજાર વિદ્યાકુંજ સ્કૂલની સામે ફ્લાઇંગ ડક ઓવરસીસ નામની વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ જનાર સાથે લંડન જવા માટે વાત કરી હતી. જેને લઇ તેમની પાસે અડધી રકમ લીધી હતી. ત્યારબાદ દંપતી દ્વારા 9 લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા.
જોકે, તપાસમાં તમામ લેટર ખોટા નીકળતા તેમને અમેરિકા એમ્બેસી દ્વારા 10 વર્ષ માટે બેન કરાયા હતા. તપાસ કરાવતા અન્ય મુબીન પઠાણ, અંક્તિ પટેલ, ધવલ રાણા, અક્ષય આહિર, રવિન્દ્ર સંધુ મોહમદ રંગરેજ, મિતેષ આહિર, રાહુલ ગોસ્વામી અને વૈશાલીબેન પાસે કુલ રૂ. 22.76 લાખ કઢાવ્યા હતા. તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
