તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
વડોદરાના સાવલીમાં સરદારનગર રોડ પર એસટી બસની ટક્કરથી યુવકનું કરૂણમોત
મેવલી ગામના યુવક ધર્મેન્દ્રસિંહ કંપનીમાંથી ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક એસટી બસે અડફેટે લીધો

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના સરદારનગર રોડ પર બનેલ ભયાનક દુર્ઘટનામાં મેવલી ગામના રહેતા યુવક ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું કરુણ અવસાન થયું છે. ધર્મેન્દ્રસિંહ કંપનીમાંથી પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક એસટી બસે તેને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્થાનીકોની મદદથી ધર્મેન્દ્રસિંહને તરત જ ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
