તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો :પ્રેમી સાથે લગ્ન કરવા સગીરાએ ઘડ્યો ભયાનક પ્લાન : માતા-પિતાના ભોજનમાં ઝેર નાખી દીધું
પોશ વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા સોશિયલ મીડિયા દ્વારા એક યુવકના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો:માતા-પિતાએ સંબંધનો સખત વિરોધ કર્યો :પુત્રીને પ્રેમજાળમાંથી બહાર કાઢવા અને સમજાવવા માટે સગીરાનું કાઉન્સેલિંગ પણ કરાવ્યું

પોશ વિસ્તારમાં રહેતી આ 15 વર્ષની સગીરા સોશિયલ મીડિયા દ્વારા એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે માતા-પિતાને આ પ્રેમ સંબંધની જાણ થઈ, ત્યારે તેઓએ આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો. માતા-પિતાએ તેમની પુત્રીને પ્રેમજાળમાંથી બહાર કાઢવા અને સમજાવવા માટે સગીરાનું કાઉન્સેલિંગ પણ કરાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાયેલી સગીરાને લાગ્યું કે માતા-પિતા પ્રેમી સાથે લગ્ન કરવાના માર્ગમાં અવરોધરૂપ છે.
લગ્ન કરવાની જિદ્દમાં સગીરાએ એક ભયાનક પ્લાન ઘડ્યો હતો. માતા-પિતા પ્રેમી સાથે લગ્ન ન કરાવે તે દિવસ પહેલાથી જ તેઓને ખોટી જડીબુટ્ટીઓ ખવડાવી રહી હતી. એક દિવસ સુધી ઝેર આપવાથી પણ કોઈ ફરક ન પડતાં, સગીરાએ ભોજનમાં વધારે ઝેર નાખી દીધું હતું. ઝેરવાળું ભોજન ખાવાથી માતા-પિતાની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં માતા-પિતાની ગેરહાજરી દરમિયાન ઘરમાં ઝેરની બોટલ મળતાં પોલીસ તપાસ શરૂ થઈ. પોલીસે દીકરીની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. સગીરાએ જણાવ્યું કે, પ્રેમી સાથે લગ્ન કરવા માટે તેણે આ માર્ગ અપનાવ્યો હતો. ઘટનાના અંતે, માતા-પિતાએ સગીરાનો પક્ષ લીધો અને પુત્રીની ભૂલ સમજીને તેના પ્રેમી સાથે સંપર્ક કરાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
