<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલનો વિવાદ:વાલીઓએ સ્કૂલની માન્યતા સબંધિત પુરાવા માંગ્યા

સંઘર્ષ સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગ સાથે સ્કૂલ સુધી પહોંચી : સ્કૂલ તરફથી AMC અને DEOને હજુ સુધી દસ્તાવેજો ન આપવામાં આવતા વાલીઓમાં રોષ

 

 

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલને લઈને વિવાદ ફરી એકવાર ભડક્યો છે. વાલી મંડળ સંઘર્ષ સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગ સાથે સ્કૂલ સુધી પહોંચી હતી. વાલીઓએ સ્કૂલની માન્યતા સંબંધિત પુરાવા—જેમ કે એફિલિએશન સર્ટિફિકેટ, લીઝ એગ્રીમેન્ટ અને BU પરમિશનની નકલ રજૂ કરવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલાં AMC દ્વારા સ્કૂલને BU અને લીઝ સંબંધિત મુદ્દે શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સ્કૂલ પાસેથી 12 મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કરવાની માંગણી કરી હતી. સ્કૂલ તરફથી AMC અને DEOને હજુ સુધી દસ્તાવેજો ન આપવામાં આવતા વાલીઓમાં રોષ વ્યાપી રહ્યો છે અને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.

 

(11:00 AM IST)