તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એલિસબ્રીજ અને સિંધુભવન વિસ્તારમાં 2 હુક્કાબારમાં દરોડા : હુક્કા પેકેટ જપ્ત કર્યા
એલિસબ્રિજના ઓલ્ડ TC લોન્જ અને સિંધુભવનના લોન્જ કાસાનોવામાં દરોડા: ક્રાઈમ બ્રાન્ચે શહેરના 25 કેફમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હુક્કાબારમાં દરોડા પાડ્યા છે. શહેરનાં એલિસબ્રીજ અને સિંધુભવન વિસ્તારમાં 2 હુક્કાબારમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. એલિસબ્રિજના ઓલ્ડ TC લોન્જ અને સિંધુભવનના લોન્જ કાસાનોવામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ ફ્લેવરના હુક્કાનાં પેકેટ હુક્કાબારમાંથી મળી આવતા જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ શહેરના 25 કેફમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બન્ને કેફે માં હુક્કો પીતા લોકો મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
