તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th November 2025
તાપી નદીમાં 'રેતી ચોરી'નું રેકેટ ઝડપાયું: માંડવીમાં ભૂસ્તર વિભાગનો દરોડો, રૂ.૨.૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ઉશ્કેરખુદ અને ઝાંખલા ગામ નજીક મોટાપાયે ચાલતી બિનઅધિકૃત પ્રવૃત્તિ; ૧૦ ડમ્પરો અને ૨ એસ્કેલેટરો સીઝ, રેતી માફિયાઓમાં ભારે ફફડાટ.

સુરત: સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી પસાર થતી તાપી નદીમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ રીતે ચાલી રહેલા બિનઅધિકૃત રેતીખનનની પ્રવૃત્તિ પર ભૂસ્તર વિભાગે મોડી સાંજે સપાટો બોલાવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનો ચૂનો લાગી રહ્યો હતો. કાર્યવાહીના ભાગરૂપે શનિવારે સાંજે ભૂસ્તર વિરૂ.ભાગે દરોડો પાડીને ૧૦ ડમ્પરો સહિત અંદાજિત અઢી કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરી દીધો હતો, જેના કારણે રેતીચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ભૂસ્તરશાસ્ત્રી પ્રવીણ ખાંભલાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રોહિતસિંહ જાદવ અને ડી.એન. પ્રજાપતિની ટીમે માંડવી તાલુકાના ઉશ્કેરખુદ અને ઝાંખલા ગામ નજીકના નદીના પટમાં છાપો માર્યો હતો. ભૂસ્તર વિભાગની ટીમને જોઈને ઘટનાસ્થળે હાજર રેતીચોરોમાં નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક લોકો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
અધિકારીઓએ ઘટનાસ્થળેથી રેતી કાઢવા માટે વપરાતા મોંઘા સાધનો, ૧૦ ડમ્પરો, બે એસ્કેલેટરો તેમજ અન્ય સાધન સામગ્રી સહિત કુલ અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બિનઅધિકૃત ખનન સામે આ એક મોટી કાર્યવાહી છે, જે રાજ્ય સરકારની ગેરકાયદે ખનન રોકવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભૂસ્તર વિભાગે અંદાજિત ૧૫થી વધુ રેતીચોરોની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાપી નદીમાં ચાલતા આ રેકેટને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
