<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

આગામી 7 દિવસ રાજયમાં વાતાવરણ સુકું જોવા મળશે:પવનની દિશા ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂકાશે

રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 14.0 ડિગ્રી : જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

અમદાવાદ :રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારમાં ઠંડી પડી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. આવો જાણીએ કે આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સુકું જોવા મળશે.પવનની દિશા ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂકાશે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 14.0 ડિગ્રી નોંધાયું હતું.અમદાવાદમાં 16.6 અને ગાંધીનગરમાં 15.5 ડીસામાં 15.3 વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 15.2 સુરતમાં 18.6 અને દમણમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 17.4 કંડલા એરપોર્ટ 14.6 ડિગ્રી અને  અમરેલીમાં 15.2 ભાવનગરમાં 16.6 પોરબંદરમાં 16.4 અને રાજકોટમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  વેરાવળમાં 19.8 દીવમાં 15.8 સુરેન્દ્રનગરમાં 17.0 મહુવામાં 15.6 અને કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

(12:23 PM IST)