તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
બિહારમાં નવો ઇતિહાસ રચાયો: જનતાએ વિકાસની રાજનીતિને મત આપ્યો: NDAની ઐતિહાસિક જીતને આવકારતા હર્ષ સંઘવી
તેમણે બિહારના સમાજનો આભાર વ્યક્ત કર્યો અને સુરતની સફળતામાં મેયર દક્ષેશ માવાણી તથા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા જેવા યુવા નેતાઓનો ઉલ્લેખ કર્યો.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિહાર ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતને આવકારતા કહ્યું કે, આજે બિહારમાં એક નવો ઇતિહાસ રચાયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, બિહારની જનતાએ વિકાસની રાજનીતિને મત આપ્યો છે અને પોતાના બાળકોના શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. સંઘવીએ ઉમેર્યું કે, આજે માત્ર દેશમાં જ નહીં, પણ આખા વિશ્વમાં 'મોદી-મોદી'ના નારા લાગી રહ્યા છે. તેમણે બિહારના સમાજનો આભાર વ્યક્ત કર્યો અને સુરતની સફળતામાં મેયર દક્ષેશ માવાણી તથા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા જેવા યુવા નેતાઓનો ઉલ્લેખ કર્યો.
હર્ષ સંઘવીએ સમાજમાં ચાલી રહેલા દૂષણો સામે લડત આપવા માટે લોકોનો સાથ માંગ્યો હતો. તેમણે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા સંતાનોના કૃત્યને ખોટું ગણાવ્યું અને આહ્વાન કર્યું કે, આવા બાળકોનો ફંડ આપણે ન લેવો જોઈએ. આ ઉપરાંત, તેમણે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈને તેમની પ્રાથમિકતા ગણાવી અને કહ્યું કે, તેઓ આખા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદ કરવા પાછળ પડ્યા છે. તેમણે પોલીસની કામગીરી બિરદાવતા જણાવ્યું કે, માત્ર ચાર વર્ષમાં ગુજરાત પોલીસે 75 પાકિસ્તાની ડ્રગ્સ વેચનારાઓને જેલમાં ધકેલ્યા છે, અને જ્યાં સુધી ડ્રગ્સ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તેઓ 'ઝાંપવાના નથી'.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
