તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
ગુજરાતના જામનગરમાં ફેબ્રુઆરીમાં વિશ્વ કક્ષાનો ‘અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ -૨૦૨૬'
૫૫૫૫ યજ્ઞકુંડ સાથેનું ઐતિહાસિક આયોજન, ૯૯૯૯ કિમી ભારતભ્રમણ યાત્રા પણ યોજાશેઃ અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન ૨૧ થી વધુ વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરાશે

અમદાવાદઃ ભારતની પ્રાચીન વેદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા ‘ અશ્વમેદ્ય મહાયજ્ઞ મહોત્સવ ૨૦૨૬' આગામી ૧૨ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન જામનગરના ખંભાળીયા બાયપાસ રોડ, એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન રિધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૫૫૫૫ યજ્ઞકુંડ સાથેનું અશ્વમેદ્ય યજ્ઞ છે, જે ૫૫૫૫ વર્ષ પછી તે જ તિથિ અને નક્ષત્રના સંયોગમાં યોજાશે.ラ જે મહાભારત કાળ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આચાર્ય પંડિત રવિન્દ્રભાઇ શાષાીજીના માર્ગદર્શન હેઠળ ૧૨૫૦ કરતાં વધુ આચાર્યો અને પુરોહિતો મંત્રોચાર અને અગ્નિહોત્ર કરશે.આ યજ્ઞ દરમિયાન ઉપયોગમાં લેવાતા અનાજ, ઔષધીય વનસ્પતિઓ, દ્યી, ચંદન, કપૂર, ગુગળ અને હિમમધ જેવા તત્ત્વો પર્યાવરણને શુદ્ધ બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર આવા યજ્ઞો દરમિયાન વાયુમંડળમાં શુદ્ધિકરણ થાય છે તેમ જણાવાયું છે. (તસ્વીરઃ કેતન ખત્રી)
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
