News of Friday, 14th November 2025
કાલે ગુજરાત આવતા પીએમ માટે એસપીજી સાથે ચર્ચા, હાઈ ટેક સુરક્ષા ચક્ર
ગુજરાતમાં ભયાનક આતંકવાદી કાવત્રુ, દિલ્હીના દેશને હચમચાવે તેવા કાવતરાના પર્દાફાશ વચ્ચે ગુજરાત આવતા નરેન્દ્રભાઇ મોદી માટે ૫ એસપીને જવાબદારી સુપ્રત કરતા રેન્જ વડા પ્રેમવીરસિંહ : હેલિપેડ બુલેટ ટ્રેનના સ્ટેશનનું સુરત રૂરલ એસપી રાજેશ ગઢિયા સહિત અડધો ડઝનઆઇપીએસ સાથે ક્રાઇમબ્રાંચના અનુભવ આધારે સ્થળ પર બોમ્બ સ્કોડ સાથે રેન્જ આઇજી પ્રેમવીરસિંહ દ્વારા નિરીક્ષણ અને બેઠકોનો ધમધમાટ : સુરતમાં ૧૯૯૨ માં બાબરી મસ્જિદનો બદલો લેવા થયેલ બોમ્બ ધડાકા, ૨૦૦૮ માં મળેલ જીવતા બોંમ્બની ફાઇલો ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા,એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમને સાથે રાખી આઇબી બેક ગ્રાઉન્ડ ધરાવતા અનુપસિંહ ગેહલોત દ્વારા મોડી રાત સુધી ચકાસણી

રાજકોટ તા. ૧૪: ગુજરાતમાં ઝડપાયેલ આતંકવાદીઓના ભયાનક મનસુબાઓ સાથે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલ કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન વિસ્ફોટથી છલોછલ ત્રણ ડઝન જેટલી કાર સાથે આખા દેશને હચમચાવવાની યોજના હોવાનું એનઆઇએ તપાસમાં ખુલવા સાથે કાલે ગુજરાત આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા માટે આખા સાઉથ ગુજરાતની પોલીસને બંદોબસ્તમાં સુરત રેન્જ વડા પ્રેમવીરસિહ દ્વારા જોડી સુરત એસપી રાજેશ ગઢિયા સહિત ૫ એસપીઑના નેતળત્વ હેઠળ લોખંડી સુરક્ષા ચક્ર રચવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય પ્રવર્તમાન પરિસ્થિત અંતર્ગત સેન્ટ્રલ આઇબી પાસેથી લેટેસ્ટ અપડેટ મેળવી રહ્યું છે. દિલ્હીથી એસપીજીનુ આગમન થયેલ છે. અત્રે એ યાદ રહે કે સુરત રેન્જ વડા પ્રેમ વીરસિંહ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે મહાનુભાવોના બંદોબસ્ત અંગે ખૂબ અનુભવી હોય તેમના અનુભવનો લાભ પોલીસ તંત્રને મળી રહ્યો છે.
વડાપ્રધાન સુરતથી અંત્રોલી બુલેટ ટ્રેનના સ્ટેશનનું પણ નિરીક્ષણ કરવા જનાર હોવાથી ગઈકાલે રેન્જ વડા પ્રેમ વીરસિંહ દ્વારા આ સ્થળનું નિરીક્ષણ કરવા સાથે વડા પ્રધાન સુરતથી હેલીકોપ્ટરમાં નર્મદા જિલ્લામાં અર્થાત્ દેડિયાપાડા જવાના હોવાથી રેન્જ વડા દ્વારા આ સ્થળનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવેલ.
દરમિયાન વડા પ્રધાનનું સુરત તથા આસપાસના આગમનને ધ્યાને રાખી શણુ વડા તરીકે વડા પ્રધાન બંદોબસ્ત અંગેના અભ્યાસુ એવા સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા સુરતમાં ભૂતકાળમાં થયેલ બોબ ધડકાની તમામ ફાઇલો ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ભાવેશ રોજીયા, ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે બેસી અભ્યાસ કર્યો હતો. આ કાંડ સાથે સંકળાયેલા હાલ કયા છે, શું કરે છે, તેમના આશ્રયસ્થાનોની ચકાસણી કરી માર્કર મુકી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનરની સૂચનાથી એઆઇ ના ઉપયોગ દ્વારા ૧૦૦૦થી વધુ હિસ્ટ્રીશિટર ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે. પોલીસની આ સક્રિયતા વધી ગઈ છે. ઉલ્લેખનીય બાબત એ છે અગાવ સુરત શહેરમાં આતંકવાદી પ્રવુતિ થઇ ચુકી છે ૨૦૦૮ માં સુરત પોલીસ ને જીવતા બોબ મળ્યા હતા ૧૯૯૨ ઘટના બાદ સુરતમાં થી ભારે માત્ર હથિયાર મળ્યા હતા સુરત શહેર પહેલથી આતંકવાદ સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે સુરત પોલીસ પહેલથી આતંકવાદ બાબતે સતર્ક રાખવામાં આવી રહ્યું છે સુરતમાં આગાવ સિમી અને શહેરમાં મળી આવેલા બોમ્બ પ્લાન્ટ માં સ્થાનિક મદદગાર ની ઘરપકડ કરી હતી તે તમામ લોકો ની પણ ક્રાઇમ બ્રાન્ચ અઘીકારીઓએ પુછપરછ કરવામાં આવી હતી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
