<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સુરતની મહિલા RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં તેના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ

પત્ની સોનલ સોલંકી તેમજ પતિ નિકુંજ ગોસ્વામી સામે પારિવારિક વિખવાદ ઊભા થઈ રહ્યા હતા તે બાબતે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા હતા જેને કારણે છેલ્લા ઘણા સમયથી વાદવિવાદ ખૂબ જ વકર્યો હતો અને અંતે પારિવારિક ઝઘડો હત્યાના પ્રયાસ સુધી લઈ ગયો

સુરત તા.૧૩ : સુરતની મહિલા RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં પોલીસે તેના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. નિકુંજ ગોસ્વામીએ પત્નીની હત્યા માટે ઈશ્વરગીરીને સોપારી આપી હતી. જે બાદ સોનલ સોલંકી પોતાના ચાર વર્ષના દિકરી સાથે કાર ડ્રાઈવિંગ કરી રહી હતી, ત્યારે ઈશ્વરગીરીએ કાર થોભાવીને તેને માથાના ભાગે ગોળી મારી હતી, જોકે ચમત્કારિક રીતે બચાવ થયો છે.

મહિલા RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં હાલ મોટી કાર્યવાહી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે આ મામલે RFOના પતિ RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તેમજ તેમના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ કરાઈ છે. આટલું જ નહીં નિકુંજ ગોસ્વામીએ પત્નીની હત્યા કરવા માટે મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને સોપારી આપી હોવાની કબૂલાત કરી છે. આ સોપારી મળ્યા બાદ ઈશ્વરગીરી ગોસ્વામીએ મહિલા RFOની હત્યા કરવાના ઇરાદેથી તેની પર ફાયરિંગ કર્યું હતું, જોકે ફાયરિંગ થતા બંદૂકની ગોળી મહિલા RFOના ભેજા ફસાઈ ગઈ હતી, જેને ડોક્ટરોએ ઓપરેશન બાદ કાઢી નાખતા તેનો ચમત્કારિક બચાવ થયો છે.

વિગતવાર વાત કરીએ તો, સુરત કામરેજના જોખા-વાવ રોડ પર ગત 6 નવેમ્બરના રોજ અકસ્માત થયેલી હાલતમાં કાર મળી આવી હતી. કારમાંથી એક લોહીલુહાણ હાલતમાં મહિલા અને તેની સાથે એક નાની વયનો દીકરો પણ કારમાં હોવાનું સામે આવ્યું હતું, જે બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, ત્યારે હોસ્પિટલમાં તપાસ દરમિયાન મહિલાના માથાના ભાગે ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું, ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ એલર્ટ થઈ હતી અને ત્વરિત તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનામાં કારચાલક મહિલાની ઓળખ સુરત શહેર ફોરેસ્ટ કચેરીમાં ફરજ બજાવતા મહિલા આર.એફ.ઓ. સોનલ સોલંકી હોવાની થઈ હતી, ત્યારે અનુમાન લગાવાઈ રહ્યું હતું કે, આ મહિલા RFOએ પોતાની જાતને ગોળી મારીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અકસ્માત તેમજ આપઘાત સહિતની રહસ્યમય ઘટના ક્રમમાં મહિલા RFO સોનલ સોલંકીના પતિએ જ તેની હત્યા માટેનું કાવતરું ઘડ્યું હોવાની પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદમાં પરિવારજનોએ જણાવ્યાનુસાર, સુરત વન વિભાગના એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેનના લગ્ન વર્ષ 2020માં સુરત પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં (RTO) ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિકુંજ ગોસ્વામી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક દીકરો પણ જન્મ્યો છે. જોકે લગ્નના થોડા વર્ષો પછી દંપતી વચ્ચે મતભેદો ઊભા થવાના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી બંનેના છૂટાછેડા માટેનો કેસ હાલ સુરત જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યો છે અને છેલ્લા એકાદ વર્ષના સમયથી પતિ-પત્ની બંને એકબીજાથી અલગ અલગ રહેતા હતા.

ઘટના મુજબ RFO સોનલબેને એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, તે જ્યારે પોતાની કાર સાફ કરી રહી હતી, ત્યારે કારના બોનેટમાં છુપાવેલ સિમ કાર્ડ સાથેનો GPS ટ્રેકર મળ્યું હતું. તેણીએ તેના પરિવારના સભ્યોને આ ઘટના વિશે પૂછ્યું હતું, પરંતુ તેઓએ દાવો કર્યો કે, તેમને ખબર નથી કે આ કેવી રીતે બન્યું. જેથી સોનલબેનને શંકા ગઈ કે આ કૃત્ય તેના પતિ નિકુંજ ગોસ્વામીનું હોઈ શકે છે અને તેણે જ જાસૂસી માટે આ GPS ટ્રેકર લગાવ્યું હોઈ શકે છે, જેથી તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

RFO સોનલબેને આ ફરિયાદ નોંધાવી એના થોડા દિવસો બાદ તે પોતાના 4 વર્ષીય દીકરા સાથે કારમાં જઈ રહી હતી, ત્યારે ચાલુ કારે તેની પર ફાયરિંગની ઘટના બની હતી, જોકે ગોળી તેના માથાના ભાગે ફસાઈ હોવાની જાણ થતા ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન કાઢી હતી, ત્યારે ચમત્કારિક રીતે તેનો જીવ બચી ગયો હતો, જે બાદ આ મામલે પોલીસે વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જોકે ઘટના સમયથી પતિ નિકુંજ સોલંકી ફરાર થઈ ચૂક્યો હતો. જેને લઈને પોલીસ સતત ટેક્નિકલ ઇન્ટેલિજન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને તપાસ હાથ ધરી રહી હતી.

પોલીસ પકડથી સતત ભાગતો ફરતો નિકુંજ ગોસ્વામી અંતે કામરેજની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો, ત્યારે પોલીસના હાથે તે આબાદ ઝડપાયો હતો. જે બાદ એલસીબી પોલીસ દ્વારા નિકુંજ ગોસ્વામીને અટક કરી પોલીસ મથક ખાતે લાવી આકરી પૂછપરછ કરતા નિકુંજ ગોસ્વામીએ તેમના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી. આ ઈશ્વરગીરી ગોસ્વામીએ જ RFO સોનલબેનની હત્યા કરવાના ઇરાદેથી ગત 6 નવેમ્બરે સુરત કામરેજના જોખા-વાવ રોડ પરથી પસાર થતી કારને થોભાવી હતી અને RFO સોનલબેનને માથાના ભાગે ગોળી ધરબીને ફરાર થઈ ગયો હતો તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આમ પત્ની સોનલ સોલંકી તેમજ પતિ નિકુંજ ગોસ્વામી સામે પારિવારિક વિખવાદ ઊભા થઈ રહ્યા હતા. તે બાબતે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા હતા, જેને કારણે છેલ્લા ઘણા સમયથી વાદવિવાદ ખૂબ જ વકર્યો હતો અને અંતે પારિવારિક ઝઘડો હત્યાના પ્રયાસ સુધી લઈ ગયો હતો. જે મામલે હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં નિકુંજ ગોસ્વામીએ પોતાની પત્નીની હત્યા કરવા માટે મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને સોપારી આપી હોવાની વિગતો સામે આવી છે, જે મામલે પોલીસે હાલ નિકુંજ ગોસ્વામી તેમજ તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે ઈશ્વરગીરી ગોસ્વામી હાલ સુરતના સચિન વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.

(4:58 PM IST)