તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
અમદાવાદ સ્થિત શરદ પવારની પાર્ટી NCP ના કાર્યાલય પર ઈન્કમટેક્સ વિભાગે વિભાગે દરોડા પડતાં ખળભળાટ મચ્યો : આશ્રમ રોડ પર આવેલી NCPની ઓફિસે ગત રાત્રીથી સર્ચ ઓપરેશન
બેંક ખાતાઓ, તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ એવિડન્સ સહિતના તમામ પાસાઓની બારીકાઈથી ચકાસણી : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા જમીનના વિવાદને કારણે અજીત પવારના પુત્રના નામે આ જમીન હોવાથી તપાસ

અમદાવાદ તા.૧૩ :અમદાવાદ સ્થિત શરદ પવારની પાર્ટી NCP ના કાર્યાલય પર ઈન્કમટેક્સ વિભાગે (IT)વિભાગે દરોડા પડતાં ખળભળાટ મચ્યો છે. આશ્રમ રોડ પર આવેલી NCPની ઓફિસે ગત રાત્રીથી સર્ચ ઓપરેશન ચાલુ છે. જાણવા મળ્યું છે કે નાણાકીય વ્યવહારનો તપાસ ચાલી રહી છે.
છેલ્લા 12 કલાકથી IT વિભાગે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી NCP પાર્ટીના કાર્યાલય પર રેડ પાડી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં કુલ 20 વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જો કે દરોડા અચાનક કેમ પાડવામાં આવ્યા તેની કોઈ પણ માહિતી બહાર આવી નથી. મળતી જાણકારી અનુસાર આ કાર્યવાહી ફંડિંગ સંબંધિત ગેરરીતિઓ કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા જમીનના વિવાદને કારણે હોઈ શકે છે, જે અજીત પવારના પુત્રના નામ સાથે સંકળાયેલો છે. IT વિભાગની ટીમ દ્વારા આ તપાસ દરમિયાન બેંક ખાતાઓ, તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ એવિડન્સ સહિતના તમામ પાસાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલ 12 નવેમ્બરથી IT વિભાગની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. IT અધિકારીઓની ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ITના અધિકારીઓ દ્વારા સંબંધિત લોકોની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં કુલ 20થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યાલયો, રહેઠાણો, દાતાઓ અને વિકાસકર્તાઓના સ્થળોનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં કોઈ અધિકૃત કારણ જાહેર કરવામાં આવ્યું નથી. મિડિયા રીપોર્ટ્સ અનુસાર રાજકીય પાર્ટીઓને દાન (ડોનેશન) સંબંધિત ગેરરીતિઓને લગતું છે. તપાસમાં એવા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે કે પાર્ટીઓ દાનના ભાગની રકમ કાપીને બાકીની રકમ દાતાઓને પરત કરીને કર ચોરી કરવામાં મદદ કરતી હતી. આ ઉપરાંત, બેંક ખાતાઓ, દસ્તાવેજી પુરાવા, ડિજિટલ એવિડન્સ અને સંબંધિત વ્યક્તિઓની પુછપરછ પર ધ્યાન કેન્દ્રિત છે. કેટલાક સૂત્રોમાં તેને મહારાષ્ટ્રમાં અજિત પવારના પુત્ર પાર્થ પવાર સાથે જોડાયેલા જમીન વિવાદ અથવા ફંડિંગ ગેરરીતિઓ સાથે જોડવામાં આવ્યું છે, જોકે આની કોઈ નિશ્ચિત પુષ્ટિ નથી.
હજુ સુધી કોઈ રોકડ અથવા વસ્તુઓની જપ્તી વિશે વિગતો જાહેર થઈ નથી. IT અધિકારીઓ પુરાવા એકત્ર કરવા અને તપાસ ચલાવવામાં વ્યસ્ત છે. ગાંધીનગરમાં એક રાજકીય પાર્ટીના કાર્યાલય પર પણ તપાસ ચાલી રહી છે. NCP તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
