<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

સાણંદ તાલુકામાં વીજ ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી : એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

વીજ ચોરી પકડવા માટે કુલ 39 ટીમો સવારે 6 વાગ્યાથી ચેકીંગ ; 134 કનેક્શનમાં ગેરરીતિ મળી

સાણંદમાં વીજ ચેકિંગ દરમિયાન 1 કરોડનો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે.  GUVNL અને UGVCL દ્વારા આજે વહેલી સવારે સાણંદ વન સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. વીજ ચોરી પકડવા માટે કુલ 39 ટીમો  સવારે 6 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.  

સાણંદ તાલુકાના માધવ નગર, સાણંદ શહેર, પીપળ, સોયલા, કાનેટી, વિંછીયા, ગોરજ, જુવાલ, જુડા, માણકોલ, અણદેજ, ચેખલા, વસોદરા, રૂપાવટી જેવા વગેરે ગામોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 1445 વીજ કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન 134 કનેક્શનમાં ગેરરીતિ મળી આવી હતી. જે બદલ તમામ આરોપીઓને કુલ રૂપિયા 1 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. 

(1:17 PM IST)