<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

મણિકાકા સ્‍કૂલ ટુર્નામેન્‍ટમાં હીરામણિ સ્‍કૂલ ચેમ્‍પયિન

રાજકોટઃ પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્‍ડ-બી, અમદાવાદ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા સ્‍કૂલ ટુર્નામેન્‍ટ (અન્‍ડર-૧૪ મલ્‍ટી ડે) માં હીરામણિ સ્‍કૂલ અને સી.એન.વિદ્યાલય વચ્‍ચે રમાયેલ ફાઈનલ મેચમાં સી.એન.વિદ્યાલયે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા ૭૧.૧ ઓવરમાં ૧૦ વિકેટે ૧૨૧ રન કર્યા હતાં. જેમાં વિયાન ચૌધરી એ ૧૮.૧ ઓવરમાં ૧૯ રન આપી ને ૩ વિકેટ, આર્યન કંજવાનીએ ૧૬ ઓવરમાં ૯ રન આપી ૩ વિકેટ અને રિશી પટેલે ૧૩ ઓવરમાં ૩૮ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હીરામણિ સ્‍કૂલે ૧૦૧.૪ ઓવરમાં ૧૦ વિકેટે ૨૫૩ રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ ૨૪૦ બોલમાં ૧૧૨ રન નોટઆઉટ, જૈનમ પટેલે ૧૫૫ બોલમાં ૩૬ રન કર્યા હતાં. સી.એન.વિદ્યાલયે બીજા દાવમાં ૫૩ ઓવરમાં ૧૦ વિકેટે ૧૦૪ રન કર્યા હતાં. જેમાં હરિત દેસાઈએ ૨૨ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ, આર્યન કંજવાનીએ ૮ ઓવરમાં ૯ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આ ફાઈનલ મેચમાં હીરામણિ સ્‍કૂલ એક ઈનીંગ્‍સ અને ૨૮ રનની ભવ્‍ય વિજય મેળવી ચેમ્‍પિયન બની હતી. હીરામણિ સ્‍કૂલ ચેમ્‍પિયન થવા બદલ સંસ્‍થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. વરુણ અમીન, સંસ્‍થા સી.ઈ.ઓ. ભગવત અમીન, ક્રિકેટ કોચ નીલ ભાવસાર અને ટીમને અભિનંદન પાઠવ્‍યા હતાં.

(11:48 AM IST)