<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

રાજ્ય પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક: જોખમી શખ્સો પર 'વોચ' રાખવા ડીજીપીનો આદેશ

એટીએસ અને એસઓજી જેવી એજન્સીઓને મજબૂત કરવા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્કને વધુ સક્રિય બનાવવા તાકીદ કરવામાં આવી

ગાંધીનગર: ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાયે રાજ્યના તમામ શહેર પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને આતંકવાદ વિરોધી તૈયારીઓના સંદર્ભમાં, ડીજીપીએ તમામ અધિકારીઓને હાઈ-રિસ્ક (અતિ જોખમી) ગણાતા શખ્સો પર કડક નિરીક્ષણ અને દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો છે.
ખાસ કરીને યુએપીએ, ટાડા, એનડીપીએસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇતિહાસ ધરાવતા લોકોની ગતિવિધિઓ પર નજર રાખવા, એટીએસ અને એસઓજી જેવી એજન્સીઓને મજબૂત કરવા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્કને વધુ સક્રિય બનાવવા તાકીદ કરવામાં આવી છે.

 

(12:47 AM IST)