News of Wednesday, 12th November 2025
સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ: ઝારખંડથી મુખ્ય આરોપી સહિત ત્રણ ભેજાબાજો ઝડપી લીધા
ગેંગ વૃદ્ધોને નિશાન બનાવી RTOની APK ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતું:એક વૃદ્ધને અજાણ્યા નંબર પરથી RTO ઈ-ચલણ એપ્લિકેશન મોકલી હતી

સુરત શહેરમાં સાયબર ક્રાઇમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર સેલે ફિલ્મી ઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત ત્રણ ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ વૃદ્ધોને નિશાન બનાવી RTOની APK ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતું હતું. એક વૃદ્ધને અજાણ્યા નંબર પરથી RTO ઈ-ચલણ એપ્લિકેશન મોકલવામાં આવી હતી, જેમાં તેમણે ડાઉનલોડ કર્યા બાદ પોતાની બેંકની માહિતી દાખલ કરી હતી. ‘પેમેન્ટ-પે’ વિકલ્પ પર ક્લિક કરતા જ એપ બંધ થઈ ગઈ અને આરોપીઓએ તેમના મોબાઈલનો ડેટા હેક કરી 2.45 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસે તમામ આરોપીઓને ઝારખંડથી પકડી આકરી પૂછપરછ શરૂ કરી છે અને રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
