<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સુરતમાં નકલી પનીર ઝડપાયા બાદ ચોંકાવનારો ઘટફોટ : દરરોજ શહેરમાં ઠલવાય છે 1,000 કિલો અખાદ્ય જથ્થો

નકલી પનીર અને ઘીમાં એસિડ ઉમેરાતું હોવાનું સામે આવ્યું: કેટરેસ નાની ડેરીમાં સસ્તા ભાવે પનીર વેચાતું હતું.

સુરતમાં નકલી પનીર ઝડપાવવા મામલે નવા ખુલાસા થયા છે. સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા અંગે SOG અને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી તેમાં દરરોજ 1 હજાર કિલો નકલી પનીર શહેરમાં ઠલવાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. નકલી પનીર અને ઘીમાં એસિડ ઉમેરાતું હોવાનું સામે આવ્યું છે. કેટરેસ નાની ડેરીમાં સસ્તા ભાવે પનીર વેચાતું હતું.

 

સુરતની સુરભી ડેરીમાંથી પકડવામાં આવેલ શંકાસ્પદ પનીર મામલે પોલીસે બાતમીના આધારે રેડ કરી 955 કિલો શંકાસ્પદ પનીર પકડી પાડ્યું છે. SOGને બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી રેડ કરાઈ હતી. Sog પોલીસે 2 લાખથી વધુનું પનીર જપ્ત કરી ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે. ડેરીના સંચાલક કૌશિક પટેલની પૂછપરછ કરતા અન્ય યુનિટ ઓલપાડ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

 

સ્થાનિક પોલીસને જાણ કરી ત્યાં રેડ કરતા 420 કિલો ડિલાઇટ બટર ઝડપાયું છે. શંકાસ્પદ 600 લીટર દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને પનીર બનાવવા વપરાતું સાત લીટર એસિડ મળી આવ્યું હતું. પોલીસે ઓલપાડ ખાતેથી 3 લાખ થી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આ નકલી પનીરથી ચામડી રોગ, પાચન તંત્ર ની બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે. શંકાસ્પદ પનીર મામલે પોલીસ તપાસના વધુ નામ ખૂલે તેવી શક્યતાઓ છે. પોલીસ આ મામલે પાસા, તડીપાર તેમજ ગુજસીટોક જેવી કાર્યવાહી પણ કરશે.

(2:10 PM IST)