તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
સુરત sog મુંબઈમાં વિશેષ ઓપરેશનઃ ૯ માસથી વોન્ટેડ મોટો ડ્રગ્સ પેડલર સકંજામાં
ભયાનક વિસ્ફોટના તબીબ આરોપીઓની પૂછપરછમાં વિવિધ મહાનગરો ટાર્ગેટ હોવાનું જાહેર થવાના પગલે.. સાવધાનીના સુરો.. અન્ય રાજ્યોમાં છુપાયેલ વોન્ટેડ આરોપીઓને તાકીદે જેલભેગા કરવા અનુપમસિંહ ગેહલોતની રણનીતિ અંતર્ગત મોટી કાર્યવાહી : ડીસીપી રાજદીપસિહ નકુમનું માર્ગદર્શન ઉપયોગી નીવડ્યું: હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને લાલાભાઈ ભોપાભાઈની બાતમી સચોટઃ પોલીસ કમિશનર દ્વારા અભિનંદન : કુવિખ્યાત નવાબ ઉર્ફ મહારાજ દ્વારા સુરતમાં આ અગાઉ પકડાયેલ લાખો રૂપિયાનું ડ્રગ્સ પોતે આપ્યાનો ધડાકો sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી સમક્ષ કર્યો

રાજકોટ, તા.૧રઃ ફરીદાબાદના ટેરર મોડલ સાથે જેના તાર જોડાયા છે તેવા દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ભયાનક વિસ્ફોટમાં એક ડઝન મોત અને મોટી સંખ્યામાં ઘાયલ થવાની ઘટનામાં સહુ પ્રથમ વખત તબીબો માસ્ટર માઈન્ડ નિકળ્યા છે, અને પ્રાથમિક પૂછપરછમાં વિવિધ શહેર ધણધણાવવાનું કાવત્રુ હોવાનું ખુલ્યા પછી ગુજરાતના મહાનગરોમા ચેકિંગનો ધમધમાટ શરૂ થયો છે, આ સંદર્ભે શકમંદ વોન્ટેડ ગુનેગારોને ઝડપવા સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા ઘડાયેલ રણનીતિ મુજબ મેથાએમફેટામાંઇન ડ્રગ્સના ૯ માસથી વોન્ટેડ આરોપીને ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શન અને સુરત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીના નેતળત્વ હેઠળની ટીમઝડપી લાવી છે.
જે દરમ્યાન એસ.ઓ.જી.ના અ.હે.કો.રામજીભાઇ મોહનભાઇ તથા અ.હે.કો. લાલાભાઇ ભોપાભાઈ નેઓને મળેલ બાતમી મળેલ કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ નાર્કોટિક્સના ગુનામાં નાસતો ફરતો આરોપી મુંબઈ ખાતે હોવાની હકિકત મળતા નાયબ પોલીસ કમીશ્નર શ્રી એસ.ઓ.જી.નાઓની મંજુરી લઈ મુંબઈ ખાતે ટીમ રવાના કરેલ. જે દરમ્યાન મુંબઈના એમ.એ.રોડ મદનરોડ મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી આરોપી નવાબ ઉર્ફે મહારાજ ઇશાકઅલી સૈયદ ઉ.વ.૬૧ રહે. ફલેટ નંબર એ-૧ નગરી બિલ્ડીંગ ત્રીજો માળ ૨૨૬, એમ.એ.રોડ મદનરોડ મુંબઈમહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડવામાં આવેલ છે.
મજકુર આરોપીની પુછપરછ દરમ્યાન હકિકત જણાવેલ કે ગઈ તારીખ ૦૬/૦૨/૨૦૨૫ના રોજ સુરત શહેર એસ.ઓ.જી, દ્વારા આરોપી ભરતભાઇ ભગવાનભાઇ પટેલ નાને પકડી પાડી તેની પાસેથી કિંમત રૂપિયા ૫,૨૭,૭૦૦/- ની કિંમતનું પર.૭૭૦ ગ્રામ મેથાએમફેટામાઇન ડ્રગ્સના જથ્થો ઝડપી પાડેલ હતો જે ગુનામાં પકડાયેલ ડ્રગ્સનો જથ્થો પોતે આપેલ હોવાની હકીકત જણાવેલ છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
