<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રિમ કોર્ટનો આદેશ :કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો

સર્વોચ્ચ અદાલતે આ કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો; સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તથ્ય પટેલ સામે કેસ ચાલશે.

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રિમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તથ્ય પટેલ સામે કેસ ચાલશે. 

   પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પૂરઝડપે કાર હંકારી 9 લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ સામે સકંજો કસાયો છે. તથ્ય પટેલ અકસ્માત બાદથી જ ન્યાયિક પ્રક્રિયાનો ગેરફાયદો ઉઠાવી જુદી જુદી અદાલતોમાં અરજી કરી રહ્યો હતો, જે બાદ સર્વોચ્ચ અદાલતે આ કેસમાં 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરવા હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તથ્ય પટેલ સામે કેસ ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર કેસમાં સરકારે પારદર્શિતા રાખવા વિશેષ સરકારી વકીલ તરીકે પી.એમ.ત્રિવેદીની નિમણૂક કરી હતી. 

 

(12:13 AM IST)