તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
મહેસાણાના રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી હોટલો અને ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ
બટર, ચીઝ, પનીર અને ગ્રેવી જેવી ખાદ્યસામગ્રીની ગુણવત્તાની તપાસ : સંકલ્પ, રાધે ક્રિષ્ના, અને શેરે પંજાબ જેવી હોટલોને નોટિસ

મહેસાણા શહેરમાં આરોગ્ય વિભાગની સૂચના હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં આવેલી હોટલો અને ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બટર, ચીઝ, પનીર અને ગ્રેવી જેવી ખાદ્યસામગ્રીની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી.
તપાસના અંતે, વિભાગ દ્વારા સંકલ્પ, રાધે ક્રિષ્ના, અને શેરે પંજાબ જેવી હોટલોને નોટિસ ફટકારવામાં આવી હતી. અખાદ્ય ફૂડ સામગ્રી રાખવા બદલ આ હોટલો સામે પગલાં લેવાયા છે, જેથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
