<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

થાનગઢમાં ધોળેશ્વર ફાટક પાસે ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ

ટ્રક એન્ગલમાં ફસાઈ જતાં મગફળીની બોરીઓ નીચે પડી ગઈ:આસપાસના લોકોએ નીચે પડેલી મગફળીની બોરીઓની લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ધોળેશ્વર ફાટક પાસે એક ટ્રક એન્ગલમાં ફસાઈ જતાં તેમાં ભરેલી મગફળીની બોરીઓ નીચે પડી ગઈ હતી. આ ઘટનાનો લાભ લઈને આસપાસના લોકોએ નીચે પડેલી મગફળીની બોરીઓની લૂંટ ચલાવી હતી. ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ, લોકો 50થી વધુ બોરીઓ લઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ થાનગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાકી રહેલી બોરીઓ ટ્રકમાં ફરીથી ભરવાની કામગીરી હાથ ધરી હતી.

(10:27 PM IST)