તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th November 2025
બિલીમોરામાં પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઉગ્ર ઘર્ષણ:પોલીસ ટીમે દરોડો પાડતા ગેંગના શાર્પ શૂટરોએ પોલીસ પર ગોળીબાર કર્ય
પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કરતાં હથિયાર આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી: પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા

નવસારી જિલ્લામાં બિલીમોરામાં પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. માહિતી અનુસાર, હથિયારોની લેવડદેવડ કરતી ગેંગ પર પોલીસની ટીમે દરોડો પાડ્યો ત્યારે ગેંગના શાર્પ શૂટરોએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કરતાં હથિયાર આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ ઘટના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસ વિસ્તારમાં બની હતી. હાલમાં નવસારી પોલીસે સમગ્ર બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
